વંડા સ્થિત પી.પી.એસ. હાઇસ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અર્થે સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે.ઉજવણીના ભાગરૂપે શાળા પરિસરમાંથી આકર્ષક બેનરો અને વાજિંત્રો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વદતુ સંસ્કૃતમ્ જયતુ સંસ્કૃતમના નારા લગાવ્યા હતા. શાળામાં યોજાયેલી શ્લોકગાન સ્પર્ધામાં દવે ઉમંગ પ્રથમ, ત્રિવેદી સાક્ષી દ્વિતીય અને રાઠોડ રુચિતા તૃતીય ક્રમે રહ્યા હતા, જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં સરવૈયા ક્રિષ્ના પ્રથમ, મેવાડા ઉર્વશી દ્વિતીય અને બાવળિયા અસ્મા તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. આ સ્પર્ધાઓમાં પ્રવીણ સાહેબ, કૈલાસબેન અને ભરતભાઈ ગોંડલિયાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. કાર્યક્રમનું સફળ મંચ સંચાલન ખસિયા તમન્ના અને માંગરોળિયા સૃષ્ટિએ કર્યું હતું. આયોજન નીતાબેન ભટ્ટ અને ગજેરા સાહેબના માર્ગદર્શન હેઠળ થયું હતું. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા, મંત્રી કાંતિભાઈ પાંચાણી અને આચાર્ય સંજયભાઈ ચૌહાણે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.











































