લાઠી વિધાનસભાના બાબરા તાલુકામાં બાબરાથી લીલવાડા થઈ વાંકીયા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. રોડ પર પડેલા મોટા ખાડાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા જે.ડી.કથીરીયા તેમજ અન્ય કાર્યકરોએ સ્થળ પર જઈને રોડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું કે જો આઠ દિવસમાં આ રોડનું રિ-સરફેસિંગ અથવા રિપેરિંગ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. લોકોની સુરક્ષા સાથે કોઈ પણ સમાધાન કરવામાં નહીં આવે.આ નિરીક્ષણ દરમિયાન કૌશિકભાઈ ભરાડ, રાજુભાઈ ખાતરોજા, ભુપતભાઈ વિરડીયા, નારાયણભાઈ ભોજાણી અને વશરામભાઈ ઝાપડીયા સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.








































