હમણાં પહલગામ આક્રમણની વરસી ગઈ. ૨૫ હિન્દુઓ અને એક ખ્રિસ્તીને પંથ પૂછીને કલમા ન આવડે તો મારી નખાયા. એક હિન્દુ પ્રાધ્યાપકને કલમા આવડતો હતો, તેમને છોડી મૂકાયા. આ ત્રાસવાદી કૃત્ય છે. બરાબર?
ત્રાસવાદી સંગઠનો પાકિસ્તાનના આશ્રય પર જન્મ્યાં, મોટાં થયાં અને કાશ્મીરથી લઈને હૈદરાબાદ સુધી ત્રાસવાદ ફેલાવ્યો. લોકોને રસ્તે જતાં, ટ્રેનમાં જતાં, બસમાં બેસતાં, ફફડાટ રહેતો હતો. ૧૫ આૅગસ્ટ, ૨૬ જાન્યુઆરી અને દિવાળી જેવા હિન્દુ તહેવારો પર કેન્દ્રીય સુરક્ષા સંસ્થાઓ ઉચક જીવે રહેતી હતી. આ બધું એકંદરે બંધ થયું. જોકે પહલગામ ત્રાસવાદી આક્રમણ અને લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ થયા છે. આ બધું ભારતની બહારથી થતું આવ્યું છે.
પરંતુ ભારતની અંદર અલગ-અલગ સ્વરૂપે સુરતના જિમ, ટીસીએસ, અમરાવતી, એનજીઓ, લેન્સકાર્ટ, ઍર ઇન્ડિયામાં જે થઈ રહ્યું છે તેને શું કહેશો? ત્રાસવાદી સંગઠનો પર તડાપીટ બોલાવાય છે. ગત ૭ એપ્રિલે જ પંજાબમાં આઈએસઆઈ સમર્થિત ત્રાસવાદી માડ્યૂલનો ભંડાફોડ કરાયો છે, ત્રણની ધરપકડ કરાઈ છે. આ થઈ અગમચેતી. ઘટના થાય તે પહેલાં જ તેને રોકવી.
તો પછી અગાઉ જે અલગ-અલગ ઘટનાઓ કહી તેવા પ્રકારની ઘટનાઓ રોકવા અગમચેતી રૂપે શું કરવું જોઈએ. કેમ કે આ જે ઘટનાઓ બની તેમાં સાહસપૂર્વક બહાર આવવું ખૂબ જ કઠિન છે.
સુરતમાં મુસ્લિમ જિમ ટ્રેનર શબ્બીર ટ્રંકવાલાએ પરિણીત મહિલાને ફસાવીને તેને બ્લેકમેઇલ કરી રૂ. પાંચ લાખની ખંડણી માગી હતી. પોલીસે તાત્કાલિક ધરપકડ કરાવી. પરંતુ આવું કેટલા કેસમાં થતું હશે? બ્લેકમેઇલ થનારી યુવતીની તસવીરો અને વિડિયો કે ચેટ મેસેજ વગેરે વાઇરલ કરવાની ધમકી આપી પરિણીત હોય કે ન હોય તો તેને સમાજમાં મોઢું ન દેખાડી શકે તેવું કરી દેવાનો ભય ખૂબ જ વ્યાપક હોય છે.
ટાટા ગ્રૂપની તનિષ્કની જાહેરખબરમાં તો ઍડ. જિહાદ દેખાઈ હતી. હિન્દુ યુવતી મુસ્લિમ યુવકને પરણીને ગર્ભવતી છે અને તેની મુસ્લિમ સાસુ તેની કેવી દેખરેખ રાખે છે, ખોળો ભરવાની વિધિ કરાવે છે તે બતાવાયું હતું. આવું સર્ફની હોળી પરની એક જાહેરખબરમાં પણ દેખાડાયું હતું જેમાં હિન્દુ છોકરી મુસ્લિમ છોકરાને નમાજ કરવા જતી વખતે હોળીના રંગ ન ઊડે (કેમ જાણે એ રંગ ઊડે તો અભડાઈ જવાનો હોય) તેનાથી બચાવતી દેખાડાઈ હતી. ટાટાની તનિષ્ક પછી હવે આઈટી ક્ષેત્રની ટાટા કન્સલ્ટન્સીની નાશિક ખાતેની બીપીઓ વિવાદમાં સપડાઈ છે.
અહીં એચ. આર. મેનેજર નિદા ખાનની કૃપા દૃષ્ટિથી મુસ્લિમ યુવકો સેક્સ જિહાદ કરતા હતા. એચ. આર. મેનેજર જેવા પદે હોય એટલે કંપનીમાં નોકરીએ કોને રાખવા, કોને કેટલો પગાર આપવો, કોનું કેવું પર્ફાર્મન્સ છે, કોને કેટલી પગારવૃધ્ધિ આપવી વગેરે તેના હાથમાં હોય છે. નિદા ખાન આ પદનો બરાબર (ગેર) ફાયદો ઊઠાવતી હતી. આ કંપનીમાં ૨૩ વર્ષની દલિત યુવતી ભોગ બની. દાનિશ શૈખે તેની સાથે શારીરિક સંબંધો બનાવી તેને લક્ષ્ય બનાવી. તે પછી તેના સાથી મુસ્લિમ કર્મચારી તૌસીફ અખ્તરે પણ તેની સાથે શારીરિક સંબંધ બનાવવા દબાણ કર્યું અને પેન્ટ્રીમાં અણછાજતી ચેષ્ટાઓ કરી.
આ વાત મહારાષ્ટ્ર પોલીસ સુધી પહોંચી એટલે તેણે છૂપા વેશે મહિલા પોલીસ એમાં ઘૂસી. આવડી મોટી કંપનીમાં દાખલ થવું હોય તો નોકરી માટે અરજી કરવી પડે, ઇન્ટરવ્યૂ આપવા પડે અને જ્યાં આવી ખંધી નિદા ખાન જેવી મુસ્લિમ એચ. આર. મેનેજર બેઠી હોય ત્યાં એ શક્ય કેવી રીતે બને? પણ પોલીસની ચાલાકી અને વીરતાને વંદન કરવા જોઈએ. તેઓ ગઈ અને પોતાની સગી આંખે જોયું. તે પછી વધુ યુવતીઓ ફરિયાદ કરવા આગળ આવી. કુલ નવ એફઆઈઆર નોંધાઈ છે. ટીસીએસમાં ૨૦૨૧થી ૨૦૨૬ સુધી આ બધું ચાલતું હતું. બીજી બ્રાન્ચોમાં પણ નહીં ચાલતું હોય તેની કોઈ ખાતરી ખરી?
પણ વિચાર કરો, કે ટીસીએસ જેવી મોટી કંપની- ટાટા ગ્રૂપની કંપની પર હાથ નાખવો એટલે આગ સાથે રમત. આ દેશમાં અગાઉ કાંગ્રેસની સરકારો ટાટા-બિડલાની સરકાર કહેવાતી હતી. રતન તાતા અને ટાટા ગ્રૃપની અત્યાર સુધી ઇમેજ પણ એવી મજબૂત. તાતા પરિવારનો સ્વતંત્રતા પૂર્વેથી ઇતિહાસ દેશભક્તિનો. જોકે ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં પત્રકાર બરખા દત્ત-નીરા રાડિયાની આૅડિયો ટેપ લીક થયેલી તેમાં જે વાતો હતી તેનાથી રતન તાતાની છબિ મોટા પાયે ખરડાઈ હતી. પરંતુ ગુજરાત માડલને ગુજરાત માડલ બનાવવામાં સૌ પ્રથમ ફાળો રતન તાતાનો હતો જેઓ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના એક રૂપિયાના એક એસએમએસ પર આવ્યા અને નેનો કારનો પ્લાન્ટ નાખવા તૈયાર થયા. તે પછી ગુજરાતમાં બીજી કાર કંપનીઓ પણ આવી અને ગુજરાત આૅટો કેન્દ્ર બન્યું.
આવા ઔદ્યોગિક ગૃહની કંપનીમાં આવી ફરિયાદ મળે તો કંપનીની પ્રતિષ્ઠાને અસર પડે. એમ છતાં મહારાષ્ટ્ર પોલીસે પીડિતાઓને ન્યાય મળે તેની દિશામાં વંદનીય કામ કર્યું છે. ત્યાં કામ કરતી બીજી યુવતીઓ પણ હવે સજાગ રહેશે.
કંપનીમાં નિદા ખાન પોતે પણ હિન્દુ યુવતીઓને ઇસ્લામિક ડ્રેસ એટલે કે હિજાબ, બુરખા પહેરવા સતત દબાણ કરતી હતી અને હિન્દુ દેવી-દેવતાઓ વિશે અણછાજતી ટીપ્પણી કરતી હતી. એફઆઈઆર પ્રમાણે, નિદા ખાન અને તૌસીફે એવું કહ્યું હતું કે શિવલિંગ તો પુરુષનું ગુપ્તાંગ છે. તેની પૂજા કરવી એ અશ્લીલતા છે. દાનિશ શૈખે શ્રી કૃષ્ણ અને દ્રૌપદી વિશે વાંધાજનક ટીપ્પણી કરી હતી.
દાનિશ પરણેલો હતો. છતાં આવાં કાળાં કામ કરતો હતો. નવ આરોપીઓમાં સાત પુરુષો ઉપરાંત બે મહિલાઓ પણ છે. એટલે કે મુસ્લિમ મહિલાઓ પણ જિહાદમાં જોડાયેલી હોય છે. ગત માર્ચમાં મધ્ય પ્રદેશના ગુનામાં બ્યુટી પાર્લરમાં કામ શીખવવાના બહાને યાસ્મીન ખાને તેના પતિ શરીફ ખાનને ૨૨ વર્ષની યુવતી ધરી દીધી હતી અને તેના પર વારંવાર બળાત્કાર કરાવ્યો હતો. પહેલી વાર યાસ્મીને પીડિતાને ઘરે બોલાવી ત્યારે તે પોતે ઘરે ન હોતી અને પતિ શરીફ ખાન જ હતો. શરીફ ખાને ત્યારે બળાત્કાર કર્યો. પીડિતાએ યાસ્મીનને વાત કરી ત્યારે તેણે તેનો સ્વર દબાવી દીધો. તે પછી પણ તે યુવતીને વારંવાર ઘરે બોલાવતી હતી. અને યાસ્મીન તેને શરીફ ખાનને સોંપી દેતી. શરીફ ખાન રૂમમાં બળાત્કાર કરતો અને યાસ્મીન બહાર ઊભી રહેતી.
ટીસીએસના કિસ્સામાં પણ નિદા ખાને તેને ૭૮ જેટલા ઇ-મેઇલ અને ચેટ સંદેશાઓ મળ્યા હતા તેને પોતાના સિનિયરને ન મોકલ્યા. નિદા ખાન પોતે પાશ કમિટીમાં હતી. ધારત તો પગલાં લઈ શકત, પરંતુ અહીં પોતે જ યુવતીઓને પંથાંતરિત અને તેમ ન થાય તો ચારિત્ર્યભ્રષ્ટ કરવા બેઠી હોય ત્યાં પગલાં ક્યાંથી લે?
કેટલાક જિહાદીપ્રેમી કલમઘસુ અને ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ જેવા ત્રાસવાદી પ્રેમી (યાકૂબ મેમણને ફાંસી દેવાઈ ત્યારે તેનું હેડિંગ હતુંઃ ઍન્ડ ધે હૅંગ્ડ યાકૂબ મેમણ. જાણે નિર્દોષની હત્યા કરી હોય તે પ્રકારનું હેડિંગ.) સમાચારપત્ર ટીસીએસના જિહાદીપ્રેમીઓના બચાવમાં આવ્યા. કલમઘસુઓએ એવી દલીલ કરી કે યુવતી પોતાની ઇચ્છાથી જાય તો એમાં કોઈ શું કરી શકે? તેમના પર દબાણ કેવી રીતે થઈ શકે? આ તો અંતઃસ્ત્રાવ ઊછાળા મારતા હોય અને ઘરમાં પ્રતિબંધો મૂકાયા હોય એટલે આવું થાય. અરે લીલા ચશ્માધારી ! ઘરમાં પ્રતિબંધો હોય ને તો બહાર મોકલે જ નહીં ને મોકલે તો પૂરેપૂરાં અંગો ઢંકાય તેવાં કપડાંમાં મોકલે. કેવી વાતો કરે છે અને જિહાદીઓને બચાવવા આવા લોકો કવર ફાયર આપવા આવી જાય છે.
મૂળે તો એક કારણ એ પણ ખરું કે આવા કલમઘસુઓ સેક્સના ગલગલિયા થાય તેવા લેખો લખી, સાશિયલ મીડિયા પર સતસવીર પાસ્ટ મૂકી, કોઈ યુવતી અંગપ્રદર્શન કે સમાજના પ્રવાહ વિરુધ્ધનું કાર્ય કરે તો તેને બાલ્ડ પગલાં તરીકે બિરદાવી, તેમજ ફિલ્મવાળાઓ એવાં પ્રેમલા પ્રેમલીઓનાં દૃશ્યો- મૈં તૂઝ કો ભગા લાયા હૂં તેરે ઘર સે, ‘દિલ હૈ કિ માનતા નહીં’માં તો પિતા પોતે પણ સંમત હોય તોય દીકરી પૂજાને કહે, ભાગ જા પૂજા બેટી ભાગ જા તેવું બતાવે, માતાપિતાને દીકરા-દીકરીનાં શત્રુ તરીકે ચિતરવામાં આવે, ટીવી ધારાવાહિકોમાં પણ આ જ કથા સાથે હિન્દુ યુવતીઓને સેક્સ માટે તૈયાર કરી દે છે.
પાછા આવા કલમઘસુ એવી દલીલ કરે કે છોકરીઓને તો ગુંડા જેવા બૅડ ગાય્ઝ જ ગમે. સારા છોકરા ન ગમે. એવું હોય તો સારા છોકરાઓનાં, સારું કમાતાધમાતા છોકરાઓનાં લગ્ન જ ન થતાં હોત. એ વાત સાચી કે કાચી વયે શાળા-કાલેજમાં ભણતી છોકરીઓ આવા સ્ટંટબાજ લુખ્ખા મુસ્લિમ યુવકોના પ્રેમમાં લપસી જાય. કોઈ પરિણીત મહિલા જિમ ટ્રેનરની જાળમાં આવી જાય. પરંતુ બધી પીડિતાઓ એવી નથી હોતી.
આ જ કલમઘસુઓ જ્યારે હિન્દુ અપરાધી દ્વારા બળાત્કારની વાત આવે ત્યારે એમ કહે કે કપડાંને ને બળાત્કારને કોઈ લેવાદેવા નથી. બળાત્કારનો દોષ છોકરીઓ પર ન નાખવો જોઈએ. પરંતુ જ્યારે આરોપી જિહાદી હોય ત્યારે છોકરીઓના અંતઃસ્ત્રાવને ઉત્તરદાયી ગણાવવાના !
‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસે’ તો એવો અહેવાલ આપ્યો કે ૨૩ વર્ષની દલિત યુવતીને દાનિશ શૈખ સાથે લફરું હતું અને બંને વચ્ચે સંબંધ તૂટી ગયા. તેના કારણે ઉલટું દાનિશનો ભર્યાભાદર્યા પરિવારનો માળો વિખેરાઈ ગયો. અપરાધીની સામે કાર્યવાહી થાય ત્યારે તેના પરિવારને નિર્દોષ તરીકે બતાવીને અપરાધી પ્રત્યે સહાનુભૂતિ ઊભી કરવાની સેક્યુલરોની આ જૂની રીત છે.
કેટલાક લોકો એમ પણ કહેતા હોય છે કે આજની યુવતીઓને બધી જ ખબર પડતી હોય છે. તેઓ સ્વેચ્છાએ જતી હોય છે. પરંતુ અહીં વાત શારીરિક સંબંધ કે પ્રેમસંબંધની નથી. અહીં લગ્ન, નોકરીમાં પ્રમાશનની લાલચની પણ નથી. અહીં વાત એ છે કે મુસ્લિમ યુવકો મુસ્લિમ યુવતીઓની મદદથી હિન્દુ યુવતીઓને જાળમાં ફસાવે છે. દબાણ કરે છે અને પછી તેનું પંથાંતરણ કરે છે.
ટીસીએસમાં તો હિન્દુ યુવકને પણ પંથાંતરણ માટે દબાણ કરાતું હતું તેવું નિવેદન તેણે આપ્યું છે. તેણે કહ્યું કે તેને લગ્નનાં વર્ષો પછી પણ સંતાન ન થતાં એમ કહેવાતું હતું કે “તારી પત્નીને મારી પાસે મોકલી દે. હું માતા બનાવી દઈશ.” જ્યારે તેના પિતાને પેરાલિસિસ થયો ત્યારે તેને કહેવામાં આવ્યું કે જો તે મુસ્લિમ બની જશે તો તેના પિતા બચી જશે. આ અંગે આ બુધ્ધિજીવીઓ શું બચાવ કરશે?
એક પુરુષ સાક્ષીએ એમ કહ્યું કે આરોપીઓ એમ કહેતા હતા કે “જાવ, હિન્દુ યુવતીઓને તમારી ગર્લફ્રેન્ડ બનાવો અને પરણો. તેમને મુસ્લિમ બનાવો.” સાક્ષીના કહેવા પ્રમાણે, આ આરોપીઓને નાણાં પણ મળતાં હતાં.
એચ. આર. મેનેજરને પણ નાણાં મળતાં હતાં.
અમરાવતીમાં અયાન અહમદ તનવીર નામના ૧૯ વર્ષનો લબરમૂછિયા મુસ્લિમ યુવકે સોથી વધુ યુવતીઓ, જેમાં સગીરા પણ હતી, તેમને ફસાવી તેમની સાથે અંગત પળોના ૩૫૦થી વધુ વિડિયો બનાવ્યા હતા. યુકેમાં મુસ્લિમોની ગ્રૂમિંગ ગેંગ કામ કરે છે તેમ અયાન અને ઉઝેર સાશિયલ મીડિયા દ્વારા યુવતીઓની સાથે ચેટ કરી મિત્રતા કેળવતા હતા અને પછી જાળમાં ફસાવતા. કેટલાક વાંકદેખુઓ એમ કહેશે કે યુવતીઓ જાળમાં ફસાય છે શું કામ? યુવતીઓને ઘણી વાર ખબર નથી હોતી કે સામેની વ્યક્તિ હિન્દુ નથી. આ લોકો એટલી તૈયારી સાથે આવે છે. અજમલ કસાબ પકડાયો ન હોત તો આક્રાંતાઓને હિન્દુ ત્રાસવાદીઓમાં ખપાવવા પૂરી યોજના હતી.
નાગપુરમાં બાળકો માટે કામ કરતા એક એનજીઓ ‘યુનિવર્સલ મલ્ટિપર્પઝ સાસાયટી’ના રિયાઝ ફાઝીલ કાઝીએ પણ અનેક યુવતીઓનું જાતીય શોષણ કર્યું અને તેમના પર પંથાંતરણ માટે દબાણ કર્યું હોવાનો આરોપ છે.
બીજી તરફ, પીયૂષ બંસલની લેન્સકાર્ટમાં મુસ્લિમ યુવતી બુરખો પહેરી શકે, પણ હિન્દુ યુવતી કે યુવક ચાંદલો કે તિલક કરીને ન આવી શકે તેવા નિયમો બનાવાયા હતા. તો હવે ટાટા સમૂહની ઍર ઇન્ડિયામાં પણ આવા નિયમો હોવાનો વિવાદ બહાર આવ્યો છે. કહેવાનો અર્થ એ છે કે જિહાદીઓ તો આવું કરે પરંતુ કાર્પોરેટ ગૃહોમાં હિન્દુઓ માટે ખોળ અને મુસ્લિમો માટે ગોળનો નિયમ કેમ?
અને જેમ ત્રાસવાદને રોકવા માટે પહેલેથી આગોતરા પગલાં લેવાય છે તેમ હિન્દુ યુવતીઓ ચારિત્ર્યભ્રષ્ટ થઈ પોતાનું અમૂલ્ય જીવન ન બગાડી બેસે તે માટે કેમ કોઈ પગલાં લેવાતાં નથી? કોઈ કહેશે કે એમાં કેવાં પગલાં લઈ શકાય? તો ડિજિટલ એરેસ્ટથી બચાવવા જાહેરાતોનો કેટલો મારો કરાય છે? કોરોના સમયે કોરાનાથી બચવા જાહેરાતોનો કેટલો મારો કરાતો હતો? તો પછી સરકારે આ પ્રકારની જિહાદથી બચવા ઓછામાં ઓછું, જાગૃતિ અભિયાનો ચલાવવા જોઈએ. બોલકણી, પાણીપુરી ખાતી-ખવડાવતી ફેમિનિસ્ટ મહિલા સંસ્થાઓ કેમ આ બાબતે જાગૃતિ અભિયાનો ચલાવતી નથી? ટીસીએસની પીડિતા દલિત છે. તો દલિત સંગઠનો કેમ ચૂપ છે?
ચૂંટણી સમયે ટિકિટ માગવા માટે સંમેલનો કરી રાજકીય પક્ષો પર દબાણ લાવતાં સામાજિક સંગઠનો કેમ પોતાના સમાજની યુવતીઓનું કાઉન્સેલિંગ કરાવતા? હિન્દુ સંગઠનો કેમ મોટા પાયે શિબિરો રાખતાં? જ્યારે આવી ઘટના બને ત્યારે હિન્દુ સંગઠનો સિવાય બીજા બધા લોકો કેમ મોઢામાં મગ ભરી બેસી જાય છે? કથાકારો કેમ અલી મૌલા કરીને સંતોષ માની લે છે? સાહસ હોય તો એમને કહો ને કે આવા ધંધા બંધ કરે.










































