રાખનાં રમકડાં
“મારૂં વિકસિત શરીર પણ ભાભીના ભરાવદાર શરીરને કામુકતાથી જોવા માટે ટેવાઇ ગયું હતું. તે શરીરને સ્પર્શ કરવા હું સાચે જ આતુર હતો અને પછી ભાભીની એક ચૂમીથી મને કેવું કેવું થઇ ગયું ? અંદર અંદરથી તો હું આવું કરવા ખૂબ જ ઇચ્છતો જ હતો. ભાભીની મોજીલી ગમ્મત મને ખૂબ જ ગમતી હતી, મજા ,પણ આવતી હતી, આનંદ પણ આવતો જ હતો, હા, એક વાત ચોક્કસ કે આવા સંબંધમાં એક હાથે તાળી તો પડતી જ નથી. મારો ઇરાદો કયાં સારો હતો ? ભાભીની ઉપસેલી છાતી જાતાની સાથે જ મને કંઇક કંઇક થવા લાગતું…
પરંતુ…., હવે જે થયું તે… ભૂલ એકલી ભાભીની ન હોવા છતાં તેણે બધું સ્વીકાર્યું આમ તો મારે મારી ભૂલ પણ સ્વીકારવી જાઇએ. પરંતુ એવું ન કરાય…., ભાભી મને ખૂબ ખૂબ ગમે છે, તેનો ચહેરો જાવો મને ખૂબ પસંદ છે. પરંતુ હવે મારે સ્વસ્થ તો થવું જ પડશે. કારણ કે… સાવચેતી પણ એટલી જરૂરી છે.
ભાભીએ કહ્યું તેમ: દામલસર તો અતિ તેજીલા છે. પાતળી એવી ભેદ રેખાને પારખવાની તેનામાં અમાપ શshkti ભરી પડી છે. માટે તમને તો મારા ને ભાભીના સંબંધો વિશે જરાપણ શંકા ન થવી જોઇએ. જો એવું કંઇ થાય તો સરની જિંદગી બરબાદ થતાં જરાપણ વાર ન લાગે.
મહેશ આવું વિચારતો હતો ત્યાં તો ચા લઇને ભાભી આવી પહોંચ્યાં. તેને જાઇને મહેશને આવતા વિચારો સદંતર બંધ થઇ ગયા. હવે તે થોડો ટટ્ટાર બેઠો. ચાનો કપ તેણે હાથમાં પકડયો. ભાભી મહેશ સામે સોફામાં બેઠાં હતાં. મહેશે ચાની છૂંટ ભરી, ચા પીતાં પીતાં તે બોલ્યો:
“તમારાં અને દામલસરના સંસારમાં હું કયારેય વિઘનરૂપ નહીં બનું, ભાભી ! તમે એવી કોઇ ચિંતા ન કરતાં, મેં તમારૂં અન્ન ખાધુ છે, તમારા ગોળાનું મીઠું પાણી પીધું છે…”
“ મને તો તારા પર ગળા સુધીનો વિશ્વાસ છે જ… મહેશ ! તું કયારેય પણ અવિચારી પગલું ન જ ભરે. એમાં પણ અમારાં માટે તો નહીં જ…” ભાભી બોલ્યાં.
“જે થયું તે…. ભલે થયું. સાચુ કહું ભાભી ? તમારો કોઇ દોષ નથી જ. દોષ તો મારો જ છે. પરંતુ કોણ જાણે કેમ ભાભી…. તમારો ચહેરો મને એટલો બધો ગમે છે કે… એના માટે મને શબ્દો નથી મળતા હા, ખાલી ચહેરો જ નહીં પણ…. તમારૂં આખે આખું શરીર જ મને ખૂબ ગમે છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યુ કે… મારા જીવનમાં મારી સુહાગરાત તમારી સાથે થશે. મારા કેવા ભાગ્ય ! સાચે જ ભાભી… તમે તો…” મહેશ ફુલાતા શ્વાસે ઝડપથી બોલ્યો.
“સારૂં…. સારૂં…! તું ઉતાવળો થા માં, મારા શરીરમાં તને રસ પડયો છે એ જાણી હું પણ ખૂબ ખુશ થઇ છું. બસ, હવે તો તારે ને મારે ફક્ત મોજ જ કરવાની છે. દુનિયા જે સમજે તે, બરાબરને ? સારૂં, હવે હું આપણાં બન્ને માટે રસોઇ કરવા જાઉં છું. જા તું ના ન પાડતો. ના પાડીશ તો પછી હું પણ ભૂખી જ રહીશ….” આવું બોલીને ભાભી ચાલવા લાગ્યા. ત્યાં તો મહેશે ઝડપથી કહ્યું :
“એક કામ કરો. ખાલી દાળ – ભાત કરજા. થોડા થોડા ખાઇ લઇશું…”
“સારૂં, દાળ – ભાત જ બનાવીશ, બસ….” એટલું કહી શાંતુ ઉભી થઇ અને રસોડા તરફ ચાલી નીકળી. રસોડામાં પહોંચતાં જ તે એક ખુરશી પર બેસી ગઇ. એ સાથે જ તેનું હૈયું ભરાઇ આવતા એકધારૂં તે રડવા લાગી. ખૂબ ખૂબ રડી તેના આંખોમાંથી આંસુની નદી જાણે કે વહેતી થઇ. ખૂબ રડયા પછી હવે છાનાં છાનાં ડૂસકાં ભરવાનાં ચાલુ થયાં હવે તો તેના ડૂસકાં પણ બંધ રહેવાનું નામ લેતાં ન હતાં.
કૂમળા માખણ જેવા યુવાન મહેશ સાથે આખી રાત જે લીલા કરી હતી, અંગ અંગમાં અસકા અને ચટાકા ભરી લીધા હતા… તેની યાદ માત્રથી તેનો આત્મા હવે મૂંઝાતો હતો. ખૂબ જ અફસોસ પણ થતો હતો. જુવાનીમાં પણ માંડતા એક કુંવારા એવા છોકરાની સાથે તેણે આવા અવળા ખેલ ખેલી લીધા પછી, તેને પારવાર દુઃખ થતું હતું. તેના પ્રયશ્ચિત રૂપે જ તે અત્યારે ખૂબ રડી હતી. આખે આખું હૈયું ખાલી કરી નાખ્યું હતું. આવું અધમ કૃત્ય કરવા બદલ હાથ જોડી તેણે પ્રભુ પાસે ક્ષમા જાણે માગી લીધી.
પરંતુ કર્મનું બંધન તો બંધાઇ ચૂકયું હતું. આમેય કર્મ કોઇને છોડતું નથી. સારાં કર્મોથી આત્માને શાંતિ મળે છે. ખૂબ ખરાબ કુકર્મો કરવાથી અશાંતિનાં વાદળો ઘેરાયાં વગર રહેતાં જ નથી. વળી આવું બધું શાંતુ એક શિક્ષિકા હોવાના નાતે બધું જ સમજતી હતી. છતાં પણ પોતાના દ્વારા થઇ ગયેલ આવા અધમ કૃત્યથી તે દુઃખી તો હતી જ. (ક્રમશઃ)