ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અંગે જનજાગૃતિ વધારવા અને લોકોને યોગ સાથે જોડવાના હેતુથી તા. ૧૬ સપ્ટેમ્બરે બપોરે ૨ઃ૩૦થી ૩ઃ૩૦ કલાક સુધી ઓનલાઈન યોગ વેબિનાર યોજવામાં આવશે. રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાશે. વેબિનારમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, બાળકો, યોગ પ્રશિક્ષકો, કોચ તથા યોગપ્રેમીઓ ભાગ લઈ શકશે. નોંધાયેલા સહભાગીઓને ડિજિટલ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. વેબિનારમાં યોગના વૈજ્ઞાનિક તથા વ્યવહારુ પાસાઓ અને દૈનિક જીવનમાં તેના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વેબિનારમાં જોડાવા ઇચ્છુકોએ ઓનલાઈન લિંક મારફતે નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી માટે સાગર મહેતા મો. ૯૦૩૩૩ ૧૬૮૪૧ પર સંપર્ક કરી શકાશે.









































