SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે SAC, ISROના સહયોગથી રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી યોજાયેલા કાર્યક્રમમાં અવકાશ પોસ્ટર-મેકિંગ, વાર્તા-કથન, ક્વિઝ અને ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ૨૮૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ૧૮ વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પ્રસંગે SAC, ISROના સાવન લિખિયા, વેંકટરામન અને દિનેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્નો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા. પૂજ્ય સ્વામીજીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.SGVP ગુરુકુળમાં વિદ્યાર્થીઓને ધર્મ સાથે વિજ્ઞાનનું શિક્ષણ પણ આપવામાં આવે છે.