કોટડાપીઠા ગામે મુંબઈમાં વસતા ગામના વતની દાતા રમેશભાઈ રતનશીભાઈ વસાણીના સહયોગથી નિર્માણ પામેલા ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વસાણી પરિવાર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના સૌ સમાજના આગેવાનો તથા ગ્રામજનોએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રવેશદ્વાર ગામની શોભામાં વધુ એક આકર્ષણ બન્યું છે.








































