સાવરકુંડલામાંથી બીયરના ૪ ટીન, દારૂની ૧ બોટલ સાથે યુવક પકડાયો હતો. પોલીસે ૪૪૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૫૭ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ચિતલ, મોણપુર રોડ, પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. જ્યારે જિલ્લાભરમાંથી એક ડઝન લોકો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા મળી આવ્યા હતા.










































