ધારીના મોણવેલ ગામે વાડીના ગોડાઉનમાંથી તલ અને ડીઝલની ચોરી થઈ હતી. ઉપરાંત તસ્કરો ઈલેક્ટ્રિક કટર મશીન પણ ઉઠાવી ગયા હતા. આ અંગે ભરતભાઈ રણછોડભાઈ હિરપરા (ઉ.વ.૫૫)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની વાડીના ગોડાઉનના બંધ તાળા ખોલીને તેમાં રાખેલા આશરે ૭૦ મણ સફેદ તલ તથા ડીઝલ ભરેલા ટીપણામાંથી આશરે ૫૦ લીટર ડીઝલ મળીને કુલ રૂ. ૧,૪૫,૦૦૦ની ચોરી થઈ હતી. તેમજ સાહેદ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ ઢોલરીયા તથા જયસુખભાઈ વિઠ્ઠલભાઈ ઢોલરીયાની વાડીના ગોડાઉનના તાળા ખોલી તેમાંથી આશરે ૭૦ મણ સફેદ તલ અને ઈલેક્ટ્રિક કટર મશીન કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.