લાઠીના ચાવંડ ગામે એક પતિને તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. જે બાબતનું મનમાં લાગી આવતાં તેમણે ઘઉંમાં રાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ લીધી હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે ખુશાલભાઈ રમેશભાઈ મીઠાપરા (ઉં.વ.૩૦)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, મૃતક વિપુલભાઈ રમેશભાઈ મીઠાપરા (ઉં.વ.૩૩)ને તેમની પત્ની સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો. જે વાતનું મનમાં લાગી આવતાં તેમણે ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ પી લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મરણ થયું હતું.આ ઘટના અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એન. ગરૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.






































