શેલણા ગામે શેલ નદીના પટમાંથી છ પત્તા પ્રેમી પકડાયા હતા. પોલીસે ૫૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નનકુભાઇ વેરશીભાઇ વાઘેલા, મુનાભાઇ રાજુભાઇ પરમાર, રમેશગીરી ચંદુગીરી ગૌસ્વામી, પમાભાઇ મંગાભાઇ પરમાર, સંજયભાઇ ગોવિંદભાઇ પરમાર તથા ભગીરથગીરી પ્રવિણગીરી ગૌસ્વામી હારજીતનો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા હતા.