પીસી-પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીસી-પી.એન.ડી.ટી. એક્ટના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બાકી રહેલી કામગીરીની વિગતો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી. નવા રજિસ્ટ્રેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.પીસી-પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત સ્ત્રી ભ્રૂણ પરીક્ષણ સહિતના ગેરકાયદેસર કૃત્યો પર પ્રતિબંધ છે અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. સમાજમાં દીકરીઓની સંખ્યા વધે તે માટે તાલુકા કક્ષાએ
જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા તેમજ જિલ્લામાં નોંધાયેલ તમામ ક્લિનિકનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી હતી.આ ઉપરાંત, એક્ટ અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત છે. આ અંગે અમરેલી જિલ્લામાં જાહેરનામું પણ અમલમાં મૂકવામાં આવ્યું છે. બેઠકમાં જિલ્લા સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






































