ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય ‘‘Shining India Top 10 Best MLA Awards – Gujarat ૨૦૨૬’’ સમારોહમાં લાઠી-બાબરા-દામનગર વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને ‘‘Best MLA Award’’થી સન્માનિત કરવામાં આવ્યા છે. Shining India News & Survey Ltd. દ્વારા આયોજિત આ એવોર્ડ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ જનસેવા અને વિકાસકાર્યો કરનાર લોકપ્રતિનિધિઓને બિરદાવવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજિત આ ક્ષણના સાક્ષી બનવા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સ્વીકારતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ તેમની સાથે સમગ્ર લાઠી-બાબરા-દામનગર પંથકની જનતા અને કાર્યકર્તાઓનું સન્માન છે. આ સિધ્ધિ બદલ સમગ્ર વિસ્તારમાં ખુશી અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.