દામનગરમાં રહેતી હીનાબેન સતારભાઇ સૈયદ (ઉ.વ.૨૬) ના લગ્ન ૦૫/૦૧/૨૦૨૫ના રોજ મુંબઈ રહેતા ઇમ્તિયાઝ સાખાણી સાથે થયા હતા. લગ્ન બાદ સાસુ સલમાબેન તને રાંધતા આવડતુ નથી, ગેસ બાળે છે અને તમે ગરીબ છો તેમ કહી મેણા મારતા હતા. સસરા હાજીભાઇ સાખાણી તુ નકામી છો કહી માનસિક ત્રાસ આપતા હતા. પતિ ઇમ્તિયાઝ તુ મારે જોતી નથી અને બાળક પણ મારે જોતુ નથી. તુ તેને પડાવી દે તેમ કહી ગાળો આપી ગાલ ઉપર લાફા માર્યા હતા. તેમજ મારી નાખવાની ધમકી આપી શારીરીક-માનસિક ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી હોવાની દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.








































