સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દોશી કોલેજ, વાંકાનેર ખાતે આયોજિત આંતર-કોલેજ ક્રોસકન્ટ્રી સ્પર્ધામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાફરાબાદના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. કોલેજના આચાર્ય ડો. વિરલકુમાર શીલુ તથા સ્પોટ્ર્સ કો-ઓર્ડીનેટર સતીષ એ. મેઘાણીના માર્ગદર્શન હેઠળ છ વિદ્યાર્થીઓએ આ ૧૦ કિલોમીટરની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, કોલેજના હ્લ.રૂ.મ્.છ.ના વિદ્યાર્થી સોલંકી રોહિત ટીહાભાઈ અને મકવાણા જગદીશ નારણભાઈએ વ્યક્તિગત સ્તરે પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રતિભા દર્શાવી હતી. તેમના આ નોંધપાત્ર પ્રદર્શનને પગલે બંને વિદ્યાર્થીઓની નેશનલ કક્ષાની ક્રોસકન્ટ્રી સ્પર્ધા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ કોલેજ પરિવાર દ્વારા તેમને અભિનંદન અને આગામી રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.










































