૯ ઓગસ્ટે સાવરકુંડલા ખાતે યોજાયેલી જીય્હ્લૈં જિલ્લા કક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં અમરેલી ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્પોટ્‌ર્સ સ્કૂલના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વિવિધ કેટેગરીમાં ખેલાડીઓએ ફાઇનલ સુધી પહોંચીને કુલ ૧૫ સુવર્ણ અને ૮ રજત પદક મેળવ્યાં હતા. સુવર્ણ પદક વિજેતાઓમાં પલ સોલંકી, હાસ્તી ભડાણિયા, દિશા દવે, હીરવા કાનાણી, પરી બારૈયા સહિત ૧૫ ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે જીયા નાઘેરા, ધનશ્રી આલ, અનિતા ખસિયા, ગુંજન ખસિયા, હાર્દિક ગમારા સહિત ૮ ખેલાડીઓએ રજત પદક મેળવ્યાં હતા. ખેલાડીઓની સફળતા પાછળ નિયમિત પ્રશિક્ષણ, મહેનત અને કોચ વિકુશભાઈ ભેડાના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો હતો. સંસ્થાના વસંતભાઈ ગજેરા, અશોકભાઈ ગજેરા, ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓ તથા કોચને અભિનંદન પાઠવ્યા હતા.