અમરેલી કલેક્ટર કચેરી ખાતે ૧૧ માસના કરાર આધારિત કાયદા સલાહકારની એક જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારની ઉંમર ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને એલ.એલ.બી.ની ડિગ્રી સાથે પાંચ વર્ષનો કાયદાકીય અનુભવ જરૂરી છે. હાઇકોર્ટ અથવા તેની તાબાની કોર્ટમાં એડવોકેટ, એટર્ની કે સરકારી વકીલ તરીકે અથવા સરકારી સંસ્થા, બોર્ડ, નિગમ કે કંપનીમાં કાયદાકીય બાબતોનો અનુભવ માન્ય ગણાશે. ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન તથા કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન જરૂરી છે. પસંદગી પામનારને માસિક રૂ.૬૦ હજાર ફિક્સ પગાર મળશે. અરજી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના સાંજે ૫ વાગ્યા સુધી કરવાની રહેશે.








































