જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારીની તક મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧ સપ્ટેમ્બરે સવારે ૧૧ કલાકે બહુમાળી ભવન ખાતે ભરતી મેળો યોજાશે. સી.આઈ.ઈ. ઓટોમોટીવ પ્રા.લિ.માં ટ્રેની તથા મશીન ઓપરેટરની જગ્યાઓ માટે ૧૮થી ૩૦ વર્ષની વયના ધો.૧૦, ૧૨, આઈ.ટી.આઈ. તથા ડિપ્લોમા પાસ ઉમેદવારોની ભરતી થશે. પસંદગી પામનારને રૂ.૧૫,૨૦૦ સુધી વેતન મળશે. ભાવનગરની એઈમ લિ.માં બ્રાન્ચ મેનેજર તથા આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની જગ્યાઓ માટે પણ ભરતી કરાશે. નોંધણી ફરજિયાત છે. ઉમેદવારોએ રોજગાર નોંધણી કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્રો, આધારકાર્ડ, ફોટા તથા જરૂરી મૂળ દસ્તાવેજોની નકલો સાથે હાજર રહેવું. અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકાશે. વધુ માહિતી માટે ૦૨૭૯૨-૨૩૩૯૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.