લાઠીની પરિણીતા પર જામનગરમાં સાસરિયાંએ સિતમ ગુજાર્યો હતો, તેમજ પિયર મૂકી ગયા બાદ તેડવા આવ્યા નહોતા. બનાવ સંદર્ભે હાલ લાઠી ખાતે રહેતાં મેવિશાબેન મહેબુબભાઈ મલેક (ઉ.વ.૨૩)એ જામનગરમાં રહેતા અસ્લમભાઇ અલારખભાઇ સેતા, અલારખભાઇ કમાલભાઇ સેતા, રજીયાબેન અલારખભાઇ સેતા અને સાહિલભાઇ અલારખભાઇ સેતા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેના પતિ તેમજ સાસુ, સસરા તથા દિયર ઘરકામ અને કરિયાવર બાબતે અવારનવાર મેણાં-ટોણા મારી, ગાળો આપી, મારકૂટ કરી શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપતા હતા અને પિયર મૂકી ગયા બાદ આજદિન સુધી તેડવા આવ્યા નહોતા. બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.