જ્યારે પાકિસ્તાનની સિનિયર ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં મેદાન પર તેના શરમજનક પ્રદર્શન માટે સમાચારમાં રહી છે, ત્યારે તેમની અંડર-૧૯ ક્રિકેટ ટીમને પણ ઇંગ્લેન્ડમાં ભારે અપમાનનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન અંડર-૧૯ ટીમ હાલમાં ઇંગ્લેન્ડની અંડર-૧૯ ટીમ સામે યુથ ટેસ્ટ અને ચાર યુથ વનડે રમવા માટે ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે. યુથ ટેસ્ટ ૨ થી ૫ સપ્ટેમ્બર સુધી રમાઈ હતી, અને યુથ વનડે શ્રેણીની પહેલી મેચ ૯ સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. આ દરમિયાન, પોર્ટ્‌સમાઉથમાં રહેતી પાકિસ્તાની અંડર-૧૯ ટીમને ત્યાંના લોકોએ શરણાર્થી સમજી લીધી હતી, અને તેમની હોટલની બહાર વિરોધીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું. જાકે, જ્યારે માહિતી જાહેર કરવામાં આવી, ત્યારે ભીડ વિખેરાઈ ગઈ.
ઇંગ્લેન્ડના પોર્ટ્‌સમાઉથમાં રહેતી પાકિસ્તાની અંડર-૧૯ ટીમને લોકોએ શરણાર્થી સમજીને ચર્ચાનો વિષય બનાવી દીધો હતો. આ દરમિયાન, બ્રિટિશ લોકો સાથે સંબંધિત ન હોય તેવા શરણાર્થીઓ ત્યાં રોકાઈ રહ્યા હોવાના અહેવાલો મળ્યા બાદ પોર્ટ્‌સમાઉથમાં મેરિયોટ હોટેલની બહાર વિરોધીઓનું એક જૂથ એકત્ર થયું હતું. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, રિફોર્મ પાર્ટીના કાઉન્સિલર જ્યોર્જ મેડગવિકે પાકિસ્તાન અંડર-૧૯ ટીમના સ્ટાફ અને ભીડ વચ્ચે વાતચીત કરવા માટે હોટેલને ફોન કર્યો, જેના પછી ભીડ વિખેરાઈ ગઈ. મેડગવિકે કહ્યું, “મેં ટીમના કોચ સાથે વાત કરી અને પછી બહાર રહેલા વિરોધીઓને માહિતી આપી, જેના પછી તેઓ ચાલ્યા ગયા.”ર્ટ્‌સમાઉથમાં બનેલી ઘટના બાદ, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડએ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો છે અને તેમની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યું છે. આ પ્રવાસમાં પાકિસ્તાની અંડર-૧૯ ટીમ યુથ ટેસ્ટ મેચ ૧૦ રનથી હારી ગઈ હતી, પરંતુ તેઓએ યુથ વનડે શ્રેણીની પહેલી મેચ ૧૭૭ રનથી જીતી હતી. હવે તેઓ શ્રેણીની આગામી મેચ ૧૨ સપ્ટેમ્બરે રમવાના છે.