સાવરકુંડલા શહેરમાં ઈદે મિલાદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે શહેરમાં ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો, યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલું ઝુલુસ મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. સમગ્ર માર્ગ દરમિયાન ધાર્મિક નારા ગુંજતા રહેતાં વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઝુલુસનું વિવિધ સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદ પર્વને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉજવણી દરમિયાન ભાઈચારા, એકતા અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.