સુરતથી દેશની સરહદ પર તૈનાત વીર જવાનો માટે પી.પી. સવાણી ગ્રુપ દ્વારા ‘રાષ્ટ્ર રક્ષા સૂત્ર’ અભિયાન યોજાયું છે. આ અભિયાન અંતર્ગત ૩૦ હજારથી વધુ રાખડીઓ પરમ શક્તિપીઠ વાત્સલ્યધામ, વૃંદાવન ખાતે અર્પણ માટે મોકલવામાં આવી છે.
સાધ્વી ઋતંભરા દેવીજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનના ૨૫મા રજત જયંતી વર્ષ નિમિત્તે પી.પી. સવાણી ગ્રુપ જોડાયું છે. શાળાની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, યુવાનો તથા હોસ્પિટલ પરિવાર દ્વારા પોતાના હાથે રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. વૃંદાવન ખાતે રાખડીઓ અર્પણ થયા બાદ કચ્છથી લેહ-લદાખ સુધીની સરહદ પર તૈનાત જવાનો સુધી પહોંચાડવામાં આવશે. આ અભિયાન દ્વારા જવાનોને દેશની દીકરીઓ અને સમગ્ર સમાજનો સ્નેહ તથા આદર પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે.