સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૭૧માં ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યુ કે સુરતમાં કાપડ ઉદ્યોગનો ૪૦૦ વર્ષ જૂનો ઇતિહાસ છે અને દરરોજ ૫ કરોડ મીટરથી વધુ કાપડના ઉત્પાદન સાથે સુરત ભારતનું ગ્રોથ એન્જિન છે. અહીં કાપડ અને હીરા ઉદ્યોગ દ્વારા દેશભરના ૩૦ લાખ શ્રમિકોને રોજગારી મળે છે. આ પ્રસંગે સફળ સાહસિક જિગ્નેશભાઈ કાકડિયા, ૪૦૦થી વધુ બહેનોને રોજગારી આપનાર પ્રાંજલબેન ધામેલીયા તેમજ બ્રેઈનડેડ મનુભાઈના અંગદાનનો નિર્ણય લેનાર ડોબરિયા પરિવારનું બહુમાન કરાયું હતું. કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડ અને અંકિત સુરાણીએ કર્યું હતું.








































