શીતલ કુલ પ્રોડક્ટ્સ લિમિટેડની પ્રતિષ્ઠિત બ્રાન્ડ શીતલ આઈસક્રીમ દ્વારા કર્ણાટકના બેંગલુરુ
ખાતે પોતાની નવી ડિસ્ટ્રિબ્યુશન ચેનલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે શીતલ આઈસક્રીમની દેશવ્યાપી વિસ્તરણયાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ઉમેરાયું છે. બેંગલુરુમાં વિતરણ નેટવર્ક શરૂ થતાં હવે કર્ણાટકના ગ્રાહકોને પણ શીતલ આઈસક્રીમની વિવિધ પ્રોડક્ટ્સ સરળતાથી ઉપલબ્ધ બનશે. કંપની ગુણવત્તા અને ગ્રાહક સંતોષને પ્રાથમિકતા આપી સતત નવા વિસ્તારોમાં પોતાની પહોંચ વધારી રહી છે. શીતલ આઈસક્રીમની કેટલીક પ્રોડક્ટ્સ US FDA ધોરણોને અનુરૂપ બનાવવામાં આવી હોવાનું કંપની દ્વારા જણાવાયું છે. બેંગલુરુમાં પ્રવેશ સાથે બ્રાન્ડના બજાર વિસ્તારને વધુ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.










































