પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં શાહબાઝ શરીફ અને આસીમ મુનીર સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની સેનાએ નિઃશ† લોકો પર ગોળીબાર કર્યો અને ૩૦ થી વધુ લોકો માર્યા ગયા. દરમિયાન, આ ક્રૂર સેનાની કાર્યવાહીમાં સેંકડો લોકો ઘાયલ થયાના અહેવાલ છે. લોકોનો આરોપ છે કે સેનાએ ઘણા મૃતદેહો ગાયબ કરી દીધા છે. લોકો દુનિયા સાથે પોતાનું દુઃખ શેર ન કરી શકે તે માટે સમગ્ર પીઓકેમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.બીજી તરફ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં પ્રદર્શનકારીઓને ભારતની જેમ જ “દુશ્મનો” કહ્યા છે અને કહ્યું છે કે તેમની સાથે કોઈ વાટાઘાટો થશે નહીં. આ પછી, શાહબાઝ શરીફના ખાસ સલાહકાર રાણા સનાઉલ્લાહ ખાને પણ ખ્વાજા આસિફને ટેકો આપ્યો હતો. રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે જા પાકિસ્તાન દ્વારા પોષાયેલા લોકો આજે પાકિસ્તાનને પડકાર ફેંકી રહ્યા છે, તો ગોળી ચલાવવામાં આવશે.
હકીકતમાં, પીઓકેમાં અનેક સામાજિક અને રાજકીય સંગઠનોનું સંયુક્ત મંચ, જાઈન્ટ અવામી એક્શન કમિટી (જેએએસી) ત્યાં કહેવાતી ૧૨ વિવાદિત બેઠકોનો સતત વિરોધ કરી રહી છે. જેએએસીનો દાવો છે કે પાકિસ્તાન સરકાર આ બેઠકોનો ઉપયોગ પોતાની પસંદગીના વ્યક્તિને વડા પ્રધાન તરીકે સ્થાપિત કરવા માટે કરે છે. વધુમાં, મોંઘવારી, વહીવટી ઉદાસીનતા, રાજકીય ભેદભાવ અને લઘુમતીઓ પરના કથિત અત્યાચારો સામે છેલ્લા ઘણા મહિનાઓથી પીઓકેમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.ભારત સરકારે જણાવ્યું છે કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં ચાલી રહેલા વ્યાપક જાહેર વિરોધ પ્રદર્શનો પાકિસ્તાનના આર્થિક શોષણ, ત્યાંના લોકોના મૂળભૂત અધિકારોનો ઇનકાર અને વહીવટી દમનનું સીધું પરિણામ છે. વિદેશ મંત્રાલયે પીઓકેમાં યોજાઈ રહેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે આ પાકિસ્તાન દ્વારા તેના ગેરકાયદેસર કબજાને ઢાંકવાનો અને પ્રદેશમાં “ગંભીર” માનવાધિકાર ઉલ્લંઘનોને છુપાવવાનો પ્રયાસ છે. અગાઉ, ભારતે પીઓકેમાં હિંસા અંગે યુએનમાં પાકિસ્તાનની આકરી ટીકા પણ કરી હતી, કાશ્મીરીઓના મૂળભૂત અધિકારોના સતત દમન અને મૂળભૂત સ્વતંત્રતાઓના ઉલ્લંઘનની સખત નિંદા કરી હતી.નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ પીઓકેની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને ભારત સરકારને આ મુદ્દા પર અવાજ ઉઠાવવાની અપીલ કરી. તેમણે કહ્યું, “મેં સંયુક્ત રાષ્ટÙ માનવાધિકાર આયોગને ત્યાં મુલાકાત લેવા, લોકોની સમસ્યાઓનું મૂલ્યાંકન કરવા અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવા વિનંતી કરી છે. મેં વડા પ્રધાન અને વિદેશ પ્રધાનને પણ અપીલ કરી છે.”









































