તૃણમૂલ કોંગ્રેસએ ઈડી દ્વારા તેના ત્રણ એચડીએફસી બેંક ખાતા ફ્રીઝ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. પક્ષે કલકત્તા હાઇકોર્ટના ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજના ખાતા ફ્રીઝ કરવા પર રોક લગાવવાના આદેશને પડકાર્યો છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને પ્રસન્ના બી. વરાલે ૩ ઓગસ્ટના રોજ.
ઈડીનો આરોપ છે કે આશરે ૧૩૩.૮૪ કરોડ ટીએમસી બેંક ખાતામાંથી કેરવેલ એવિએશન ઇÂન્ડયા પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એજન્સીનો દાવો છે કે આ રકમ ભંડોળના કથિત દુરુપયોગ અને મની લોન્ડરિંગ સાથે જાડાયેલી છે.પશ્ચિમ બંગાળના ધારાસભ્ય વિશ્વનાથ દાસની ફરિયાદ બાદ ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ કેસ શરૂ થયો હતો. ફરિયાદના આધારે, પોલીસે એફઆઇઆર નોંધી હતી અને ૨૩ જૂનના રોજ, ઈડીએ પીએમએલએ હેઠળ તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ, ૭ જુલાઈના રોજ, ઈડીએ કુલ છ બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા હતા, જેમાં ટીએમસીના ત્રણ એચડીએફસી બેંક ખાતાઓનો સમાવેશ થાય છે.ટીએમસીનો આરોપ છે કે ઈડીએ નક્કર પુરાવા વિના મનસ્વી રીતે ખાતાઓ ફ્રીઝ કર્યા હતા. પક્ષે એમ પણ જણાવ્યું હતું કે ૯ જુલાઈના રોજ, હાઈકોર્ટની બીજી બેન્ચે રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે એક ખાસ અધિકારીની દેખરેખ હેઠળ આ ખાતાઓના સંચાલનની મંજૂરી આપી હતી.જાકે, કોલકાતા હાઇકોર્ટે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે ભંડોળ ટ્રાન્સફરની માન્યતા આ તબક્કે નક્કી કરી શકાતી નથી. કોર્ટે જણાવ્યું હતું કે પક્ષ એમએલએના ન્યાયાધીશ અધિકારી સમક્ષ અને વધુ સુનાવણી દરમિયાન પોતાનો વાંધો ઉઠાવી શકે છે. હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે ઈડી પાસે, ખાતાઓની તપાસ કર્યા પછી, એવું માનવા માટે પૂરતા આધાર હતા કે મોટી રકમ વિવિધ સંસ્થાઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેથી, ખાતાઓ ફ્રીઝ કરવાની કાર્યવાહી પ્રથમ નજરમાં વાજબી લાગે છે.