સાવરકુંડલામાં જયશ્રી ટોકીઝ સામે સોમવારની બપોરે એક દુર્ઘટનામાં ૧૭ વર્ષીય કિશન બાબુભાઈ મકવાણા ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ઘટના કોકડા બનાવતી વખતે બની હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતાં કિશન ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા અને અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિને ધ્યાનમાં રાખી વધુ સારવાર માટે બાદમાં રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવે તે પહેલા જ સગીરે દમ તોડી દીધો હતો. જા કે અકસ્માત કઈ રીતે થયો તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. આમ, આગને કારણે સગીરનુ દાઝી જતા મોત થયુ હોવાથી સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.





































