ચલાલા ખાતે બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા રક્ષાબંધન પર્વની ભાવભીની અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલીથી બ્રહ્માકુમારી ગીતા દીદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્ષાબંધનના આધ્યાત્મિક મહત્વ અંગે પ્રેરણાદાયી પ્રવચન આપી જીવનમાં પવિત્રતા, પ્રેમ, સદભાવ અને આધ્યાત્મિક જ્ઞાનનો સંદેશ આપ્યો હતો. મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી તિલક કરાવી રક્ષા સૂત્ર બંધાવ્યું હતું. ત્યારબાદ સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનાત્મક ગીત-સંગીતના કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ આનંદમય બન્યું હતું. કિષ્ના દીદી, રાધિકા દીદી અને અનિતા દીદીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોવિંદભાઈ પાનસુરીયા, રાજુભાઈ કાથરોટીયા સહિત સેવાભાવી ભાઈ-બહેનોએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.









































