અમરેલીમાં જેશીંગપરાનો પુલ ચડતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે રાહુલભાઈ ભનુભાઈ દાફડા (ઉં.વ.૩૨)એ મોટરસાયકલ ચાલક રોહિતભાઈ મેસુરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમના કાકાનો દીકરો પોતાની મોટરસાયકલ લઈને ઘરે જઈ રહ્યો હતો, તે દરમિયાન અમરેલી જેશીંગપરાનો પુલ ચડતાં સામેથી આવેલી મોટરસાયકલના ચાલકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમના કાકાના દીકરાને નાક, મોઢા અને જડબાના ભાગે ઓપરેશન કરાવવું પડે તેવી ઈજા થઈ હતી. આ ઉપરાંત જમણા હાથની હાંસડીમાં ફ્રેક્ચર થયું હતું તેમજ બંને હોઠ પર ટાંકા આવ્યા હતા. આ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. બી. સૈયદ વધુ તપાસ ચલાવી રહ્યા છે.






































