જાણીતી ગુજરાતી ફિલ્મ ‘ભમરડો’ની ટીમ સંજોગ ન્યૂઝની મુલાકાતે આવી હતી.ફિલ્મના ડાયરેક્ટર શૈલેષભાઈ પડસાલાએ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં ફિલ્મમાં વિકૃતિઓ જ પીરસવામાં આવે છે, જેની સામે સંસ્કૃતિ, ધર્મ આધારિત આ ફિલ્મમાં બે મિત્રોના સંઘર્ષ કરીને આગળ વધવાની વાત છે.આ તકે સુરેશભાઇ દેસાઈ, બાવકુભાઈ ઉંધાડ,કાળુભાઈ સુહાગીયા, દકુભાઈ ભુવા,કાંતિભાઈ વઘાસિયા, રાજુભાઈ માંગરોળીયા,દર્શનભાઈ ત્રાડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.





































