ભગવાન જગન્નાથની રથયાત્રા આજે વહેલી સવારે જમાલપુર જગન્નાથ મંદિરેથી નિકળ્યી હતી આ પહેલા સવારે ૪ વાગે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યાં હતાં મંગળા આરતી બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યા હતાં અને ત્યારબાદ ભગવાન જગન્નાથ,ભાઇ બલરામ અને બેન સુભદ્રાજીને રથામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં ત્યાર બાદ સાત વાગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદની વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં સૌથી પહેલા ગજરાજ હતાં ત્યારબાદ ટ્રકો હતી આ યાત્રા દરિયાપુર પહોંચી ત્યારે અમી છાંટણા થતાં ભકતોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો આ વખતે હાથીઓને પગમાં સાંકળો બાંધીને લાવવામાં આવ્યા હતા, અને ખાડિયા પહોંચતાની સાથે જ લોકોને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે, રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓ બેકાબૂ થઈ ગયા હતા.રથયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતાં.રથયાત્રાની સાથે સાથે અખાડા,ભજન મંડળીઓ જાડાઇ હતી રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા હતાં. ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં નાથના આગમન પૂર્વે જ હજારોની સંખ્યામાં ભક્તો સરસપુરના માર્ગો અને મંદિરોમાં પહોંચી ગયા હતાં અને અહીં ભકતો પ્રસાદ લીધો હતો જયારે અહીં ભગવાનનું મામેરૂ ભરવામાં આવ્યું હતું રથયાત્રામાં સામેલ વિવિધ અખાડાના કાફલાઓએ ખાડિયાની સાંકડી અને ઐતિહાસિક શેરીઓમાં અખાડાના મલ્લો અને યુવાનોએ એકથી એક ચડિયાતા હેરતઅંગેજ કરતબો અને કસરતના દાવ બતાવીને સ્થાનિકોને રોમાંચિત કરી દીધા હતાં યાત્રામાં સામાજિક જાગૃતિ અને ધાર્મિક ઝાંખીઓ દર્શાવતા રંગબેરંગી ટેબ્લો જાવા મળ્યા હતાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ગજરાજ વિધિવત રીતે સરસપુર પહોંચ્યા હતા, જ્યારે રાયપૂર ચકલાના અખાડાઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટીઓએ ત્યાં પહોંચીને ભગવાન રણછોડરાયજીની ભાવપૂર્વક આરતી ઉતારી હતી. આ ઉત્સવમાં સામેલ થવા આવનાર હજારો લોકો માટે ગરમીમાં રાહત રહે તે હેતુથી શરબત અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી . ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઘરની ગેલેરીઓમાં ઉભેલા શ્રદ્ધાળુઓ ‘જય રણછોડ, માખણ ચોર’ ના ગગનભેદી નારા લગાવી રહ્યા હતાં ઢાળની પોળથી ખાડિયા જતા રસ્તે રોડની બંને બાજુ લોકો દર્શન કરવા ઊભા રહ્યા હતાં રથયાત્રાના રૂટ પર આગળ વધી રહેલી ભવ્ય ટ્રકોમાંથી જ્યારે ભક્તો પર પવિત્ર મગ, જાંબુ અને ચોકલેટના પ્રસાદનો વરસાદ કરવામાં આવ્યા હતો ત્યારે તેને ઝીલી લેવા માટે અબાલ-વૃદ્ધ સૌ કોઈમાં ભારે પડાપડી કરી હતી પ્રભુના આશીર્વાદ સ્વરૂપ આ પ્રસાદનો એક નાનો ટુકડો પણ મળી જાય તો પોતાને ધન્ય માનતા શ્રદ્ધાળુઓ હાથ લંબાવીને હરખભેર પ્રસાદ સ્વીકારી રહ્યા હતાં વાતાવરણમાં ભÂક્તની સાથે બાળકો અને મોટેરાઓનો કિલ્લોલ ભળી ગયો હતો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા દરમિયાન ભારે ગરમી અને અસહ્ય બફારાને ધ્યાનમાં રાખીને ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રથયાત્રા માર્ગ પર વિવિધ સ્થળોએ પાણીના ફૂવારા દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી દર્શનાર્થીઓને ગરમીમાંથી રાહત મળી રહે. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ પણ આ વ્યવસ્થાનું સ્વાગત કર્યું હતું. ભÂક્ત અને સેવાના અનોખા સમન્વય સાથે રથયાત્રામાં ગરમી સામે રાહત આપતો આ પ્રયાસ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.રથયાત્રામાં સૌથી આગળ ગજરાજાનો દબદબો હોય છે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ અને બેન્ડવાજા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. રથને ખેંચવા માટે ખલાસી ભાઈઓમાં પણ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આજની રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિત દેશભરમાંથી સાધુ-સંતો પધાર્યા હતાં અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ યાત્રામાં અખાડા, શણગારેલા હાથીઓ, ટ્રકો અને ભજન મંડળીઓ જાડાઇ હતી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે પણ આ દિવસની ભÂક્તભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મીની ડાકોર તરીકે પ્રખ્યાત કુડસદ ગામના રણછોડજીના મંદિરે આ પવિત્ર પર્વ નિમિત્તે અખંડ ધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.વાપી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા લેઉઆ પટેલ સમાજ વાડી ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો અને ખાસ કરીને મહિલાઓ પોતાના ઘરે પ્રેમ અને શ્રદ્ધાથી તૈયાર કરેલી વિવિધ પ્રકારની વાનગીઓ લઈને મંદિરે પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ચરણોમાં અન્નકૂટ રૂપે આ પ્રસાદ અર્પણ કરવામાં આવતા અનોખો આધ્યાÂત્મક માહોલ સર્જાયો હતો.ભાવનગર શહેરમાં આજે આસ્થા અને ભÂક્તનો અનેરો ઉત્સવ જાવા મળ્યો હતો, જ્યાં પરંપરાગત રીતે ૪૧મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સુમારે પહિંદ વિધિ સંપન્ન થયા બાદ મંત્રીઓ અને સાધુ-સંતોની વિશેષ ઉપસ્થીમાં રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.અષાઢી બીજના પાવન અવસરે અરવલ્લી જિલ્લામાં યાત્રાધામ શામળાજી અને મોડાસા ખાતે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા ભક્તિમય વાતાવરણ વચ્ચે ધામધૂમથી યોજાઈ. બંને સ્થળોએ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો.બીજી તરફ મોડાસા શહેરમાં ભગવાન જગન્નાથજીની ૪૪મી રથયાત્રા બાલકદાસજી મંદિરથી પ્રસ્થાન કરી હતી. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ જયશ્રી પટેલ, મામલતદાર ગોપી મહેતા, ગારૂડી ગોગાધામના ગાદીપતિ ચેતન ભુવાજી અને વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપÂસ્થતિમાં રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં આજે ભક્તિ અને કોમી એકતાનો ત્રિવેણી સંગમ જાવા મળ્યો. ઇડર શહેરમાં ભગવાન જગન્નાથની ૨૮મી ભવ્ય રથયાત્રાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મોટા રામદ્વારા મંદિરથી નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે સમગ્ર ઇડર શહેર ‘જય જગન્નાથ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.આ રથયાત્રાની સૌથી ખાસ અને સરાહનીય બાબત એ રહી કે, જ્યારે રથયાત્રા મુÂસ્લમ બહુલ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા નગરના નાથનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.







































