અમદાવાદ શહેરમાંથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળી હતી આ રથયાત્રાના પાવન અવસર પર એક કરુણ ઘટના સામે આવી છે. રથયાત્રામાં ભાગ લેવા માટે લાવવામાં આવેલી ‘લક્ષ્મી’ નામની હાથણીનું વહેલી સવારે અગમ્ય કારણોસર મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જે ગજરાજના આગમનથી રથયાત્રામાં ઉત્સાહ અને ઝ્ભાક્તિનો માહોલ સર્જાયો હતો, તે જ ગજરાજના અચાનક નિધનથી આયોજકો અને ભાવિકો સ્તબ્ધ બની ગયા છે.હાથણીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં તંત્રે તપાસ શરૂ કરી છે અને મોત પાછળનું સાચું કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, ‘લક્ષ્મી’ના નિધનથી ભાવિકોમાં પણ ભારે દુઃખની લાગણી જાવા મળી રહી છે.આયોજકોએ હાથણીની દફનવિધિ સન્માનપૂર્વક કરવાની તૈયારી હાથ ધરી હતી તેની યાદમાં ગણેશ મંદિર બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેથી ‘લક્ષ્મી’ની સ્મૃતિ ચિરંજીવ રહી શકે.નિઝામપુરા વિસ્તારમાં પણ ભગવાન જગન્નાથજીની અનોખી રોબોટિક રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શહેરમાં અષાઢી બીજના પાવન પર્વની ઉજવણીને લઈને ઠેર-ઠેર ભક્તિમય માહોલ જાવા મળ્યા હતો શહેરના નિઝામપુરા વિસ્તારમાં પણ ભગવાન જગન્નાથજીની અનોખી રોબોટિક રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૨ વર્ષથી મકવાણા પરિવાર અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આ વિશિષ્ટ રથયાત્રાનું સતત આયોજન કરવામાં આવે છે, જે દર વર્ષે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસ રોડ પરથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના અલગ-અલગ સુશોભિત રથ સાથે નગરયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંપરાગત રથયાત્રાને આધુનિક ટેક્નોલોજી સાથે જાડતી આ રોબોટિક રથયાત્રાએ મોટી સંખ્યામાં સ્થાનિકો અને હરિભક્તોનું ધ્યાન ખેંચ્યું હતું. રથયાત્રા દરમિયાન ભગવાનના મનમોહક દર્શન કરવા માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપÂસ્થત રહ્યા હતા.સમગ્ર યાત્રા દરમિયાન “જય જગન્નાથ”ના ગુંજતા નાદ સાથે ભÂક્તમય વાતાવરણ સર્જાયું હતું. હરિભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અનેક સ્થળોએ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત તમામ વયના લોકો આ ધાર્મિક યાત્રામાં ઉત્સાહપૂર્વક જાડાયા હતા.આયોજકોના જણાવ્યા મુજબ, ભગવાન જગન્નાથ પ્રત્યે ભÂક્તભાવ વધે અને નવી પેઢી પણ ધાર્મિક પરંપરાઓ સાથે જાડાય તે હેતુથી છેલ્લા ૧૨ વર્ષથી આ અનોખી રોબોટિક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે રથની સજાવટ અને આયોજનમાં કંઈક નવીનતા ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના કારણે આ રથયાત્રા સ્થાનિક સ્તરે આગવી ઓળખ ધરાવે છે. રથયાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા માટે જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો. નિઝામપુરામાં યોજાયેલી આ અનોખી રોબોટિક રથયાત્રાએ પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય રજૂ કર્યો. ભગવાન જગન્નાથના જયઘોષ સાથે નીકળેલી આ ભવ્ય યાત્રાએ સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જ્‌યો.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧૯૮૫થી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧૯૮૫થી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો જાડાય હતાં આ રથયાત્રા જુના અને નવા સેક્ટરો થઈને બપોરે સે-૨૯ જલારામ મંદિર મોસાળમાં પહોંચી હતી અને અહીં વિરામ કર્યા બાદ ફરી રથયાત્રા જુના સેક્ટરોમાં થઈને નિજ મંદિર પરત ફરી હતી ગાંધીનગરમાંની રથયાત્રા અગાઉ ૩૫ કિલોમીટરનું અંતર હતું પરંતુ કેટલાક રસ્તાઓ બંધ થવાના કારણે હવે રથયાત્રા ૨૯ કીલોમીટરની થઈ ગઈ હતી પંચદેવ મંદિરથી રથયાત્રા નીકળી ત્યારે માર્ગો ઉપર જય જગન્નાથનો નાદ સાંભળવા મળતો હતો. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન માટે સવારથી જ માર્ગોની બન્ને બાજુ ભક્તોની ભીડ જાવા મળી અને નગરના માર્ગો જય રણછોડ… માખણ… ચોર.. ના નાદથી ગુંજી ઉઠ્યો હતો . આ રથયાત્રાનું ગાંધીનગરના નગરજનો તેમજ વેપારી મંડળો, વસાહત મંડળો, કોર્પોરેટરો, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું ગાંધીનગરની ૪૨મી રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર પરિભ્રમણ કરશે. સવારે ૭ઃ૩૦ વાગે આરતી-પૂજા કર્યા બાદ રથયાત્રા સે-૨૨ પંચદેવ મંદિરથી પ્રયાણ કર્યું અને આગળ વધી હતી અને યાત્રા ગ્રંથાલયથી શાકમાર્કેટ થઇને સાંજે ૭ઃ૩૦ વાગે રથયાત્રા નીજ મંદિરે પરત ફરી હતી. રથયાત્રાના દિવસે અમદાવાદમાં અમીછાંટણા, અષાઢી બીજે બોપલ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે ગુરુવાર, ૧૬ જુલાઈના રોજ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરેથી ભક્તિભાવ વચ્ચે નીકળી હતી અષાઢી બીજના પવિત્ર અવસરે વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળીને લાખો ભક્તોને દર્શન આપ્યા છે આ વર્ષે પણ રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિનો માહોલ છવાયો હતો રથયાત્રાના દિવસે વરસાદી માહોલ જાવા મળ્યા હતાં આજે બપોર બાદ અમદાવાદના બોપલ, ચાંદખેડા, સાબરમતી, વાડજ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો,