ધારીના સરસીયા ગામની પરિણીતા પર અમદાવાદમાં સાસરિયાએ સિતમ ગુજાર્યો હતો. સાસરિયાએ મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હાલ સુરત રહેતી અને મૂળ સરસીયા ગામની કંચનબેન રવજીભાઈ પડસાળા (ઉ.વ. ૪૩)એ અમદાવાદના નિકોલમાં રહેતા પતિ મહેશકુમાર કાળુભાઈ કુંભાણી, સસરા કાળુભાઈ ડાયાભાઈ કુંભાણી, સાસુ જયાબેન કાળુભાઈ કુંભાણી, જેઠ હરેશભાઈ કાળુભાઈ કુંભાણી તથા જેઠાણી શીતલબેન હરેશભાઈ કુંભાણી સામે ફરિયાદ નોંધાવી હતી. આ તમામ આરોપીઓએ તેમને અવારનવાર શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો, તેમજ ઘરકામ બાબતે મેણાં-ટોણાં માર્યા હતા. પતિએ તેમને ગાળો આપી મારઝૂડ કરી હતી. આ તમામે તેમને મારી નાખવાની ધમકી આપી હતી અને અવારનવાર કરિયાવરની માંગણી કરી હતી.