અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ સ્થિત સી. વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નું B.Pharm. Sem.- VI નું યુનિવર્સિટી પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં કોલેજે યુનિવર્સિટીના ટોપ-૧૦ માં દસમું સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે. કોલેજ કક્ષાએ વઘાસીયા અયુસી જે. ૯.૫૭ SPI સાથે પ્રથમ, ત્રાડા પૂજા એમ. ૯.૪૩ SPI સાથે દ્વિતીય અને સોરઠીયા બંસી જે. ૯.૩૬ SPI સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે. આ શાનદાર સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટ અને શૈક્ષણિક સંકુલ દ્વારા તમામ રેન્કર્સ વિદ્યાર્થીનીઓ, સ્ટાફ અને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.