ધારીના શેલ ખંભાળીયા ગામે ૧૫ વર્ષ પહેલાં મારેલી ઝાપટના મનદુઃખમાં એક પ્રૌઢને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. આ અંગે પ્રતાપભાઈ બાલુભાઈ વાળા (ઉ.વ.૫૦)એ શિવરાજભાઈ અમરશીભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમનો ભત્રીજો (આરોપી) શિવરાજભાઈ આશરે ૧૫ વર્ષ પહેલાં તોફાન કરતો હોવાથી પ્રતાપભાઈએ તેને ઝાપટ મારી હતી. ત્યારથી તેઓ એકબીજા સાથે બોલતા નહોતા. જે બનાવનું મનદુઃખ રાખી આરોપીએ તેમને ગાળો આપી હતી અને માથાના ભાગે લાકડી વડે માર મારી મૂંઢ ઈજા કરી હતી. તેમજ ડાબા હાથે તથા ડાબા પગે લાકડી વડે માર મારતાં ફ્રેક્ચર થયું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિરાજભાઈ પ્રતાપભાઈ વાળા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.









































