ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નદીઓમાં નવા નીર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે.આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની સ્થિતિને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં સારો વરસાદ થતાં હરણાવ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં થયેલા વરસાદની અસર નદીના પ્રવાહમાં જાવા મળી રહી છે.હરણાવ નદીમાં પાણી આવતા આસપાસનો વિસ્તાર રમણીય બની ગયો છે. નદીમાં નવા નીરનો નજારો જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.હરણાવમાં પાણીની આવકથી ધરોઈ જળાશયના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે. સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભજળના સ્તરમાં સુધારો થવાની આશા વ્યક્ત થઈ રહી છે.ખેડબ્રહ્મા શહેર અને આસપાસના ગામોમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં પણ રાહત જાવા મળી રહી છે.
અરવલ્લી જિલ્લામાં પણ વરસાદે જાર પકડ્યું છે. શામળાજીની મેશ્વો નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડતાં નદીમાં નવા નીર આવ્યા છે.આ સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. નદીમાં પાણી આવવાથી આસપાસના વિસ્તારોના જળસ્રોતોને પણ ફાયદો થવાની આશા છે.
અરવલ્લીના મેઘરજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે. રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક વાહનવ્યવહારને પણ અસર થઈ છે.મોડાસા-ગોધરા હાઈવે પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે.
અરવલ્લી જિલ્લામાંથી અંબાજી તરફ જઈ રહેલા માઈભક્ત પદયાત્રીઓ પણ ભારે વરસાદની વચ્ચે મુશ્કેલીમાં મુકાયા છે. ધોધમાર વરસાદ વચ્ચે પદયાત્રીઓએ પોતાનો સામાન અને માતાજીના રથને વરસાદથી બચાવવા પ્લાÂસ્ટકનો સહારો લેવો પડ્યો હતો.વરસાદની વચ્ચે પણ પદયાત્રીઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ રસ્તામાં પાણી ભરાવા અને સતત વરસાદના કારણે તેમની મુશ્કેલી વધી છે.
પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદનો જોર જોવા મળ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ પડતાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે.પાટણ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સિદ્ધપુર ચાર રસ્તાથી બગવાળા તરફ જતો માર્ગ પાણી ભરાવાના કારણે પ્રભાવિત થયો છે.શહેરનું રેલવે ગરનાળું પણ પાણીમાં ડૂબી જતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
મહેસાણા જિલ્લામાં પણ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો . ખાસ કરીને વિસનગર વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જાવા મળી રહી છે.વરસાદ ખેતી માટે રાહતરૂપ બન્યો છે, જાકે બીજી તરફ કેટલાક શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાતમાં લાંબા સમય બાદ નદીઓમાં નવા નીર આવતાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં આશાનું વાતાવરણ સર્જાયું છે. ધરોઈ સહિતના જળાશયોમાં પાણીની આવક વધે તો આગામી સમયમાં પાણીની સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.જાકે ભારે વરસાદ સાથે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે. હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે આગામી કલાકોમાં વરસાદનું પ્રમાણ કેવું રહે છે અને નદીઓ તથા જળાશયોમાં પાણીની આવક કેટલી વધે છે તેના પર સૌની નજર રહેશે.ગુજરાત પ્રવાસન