રાજુલાની શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આટ્‌ર્સ અને કોમર્સ કોલેજ ખાતે આજે એન.એસ.એસ. યુનિટ ૧ તથા ૨ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહેનો દ્વારા વન્ય પ્રકૃતિને જાળવવા અને પર્યાવરણ સંતુલન માટેનો હેતુ સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવેલ. કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા અને સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ. આ સાથે બહેનોએ પણ તેમના જન્મ દિવસે પણ એક વૃક્ષ વાવી પ્રકૃતિની જાળવણી કરવાનો અનોખો સંકલ્પ કરેલ. કોલેજના આચાર્ય ડો. રીટાબેન રાવળ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. એન.એન.એસ પ્રોગ્રામ ઓફિસર જાગૃતીબેન તેરૈયા અને ભગવતીબેન વડીયા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવી હતી.