અમરેલી સહિત રાજ્યમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા મહેરબાન થયા છે. આ દરમિયાન રવિવારે સવારે ૬ વાગ્યા સુધીના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ ૬૮.૫૮ ટકા વરસાદ થયો છે, જેની સામે અમરેલીમાં સિઝનનો સરેરાશ ૭૧.૫૨ ટકા વરસાદ નોંધાયો હતો.રાજ્યમાં સિઝન મુજબ જોવામાં આવે તો કચ્છમાં સૌથી ઓછો ૨૮.૨૯ ટકા સરેરાશ વરસાદ પડ્‌યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૫.૦૩ ટકા વરસાદ પડી ચુક્યો છે. ઉત્તર ગુજરાતમાં ૫૦.૧૨ ટકા, પૂર્વ મધ્યમાં ૬૫.૦૬ ટકા અને સૌરાષ્ટ્રમાં ૫૩.૬૮ ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો.રવિવારે સવાર સુધીના આંકડા પ્રમાણે, અમરેલીમાં ૭૬.૦૧ ટકા, બાબરામાં ૫૬.૦૧ ટકા, બગસરામાં ૬૭.૮૫ ટકા, ધારીમાં ૬૧.૩૩ ટકા, જાફરાબાદમાં ૫૩.૨૬ ટકા, ખાંભામાં ૭૬.૯૫ ટકા, લાઠીમાં ૬૪.૪૧ ટકા, લીલીયામાં ૮૧.૨૮ ટકા, રાજુલામાં ૯૪.૧૩ ટકા, સાવરકુંડલામાં ૭૮.૮૭ ટકા અને કુંકાવાવ વડીયામાં ૭૩.૮૪ ટકા જેટલો સિઝનનો સરારેશ વરસાદ પડ્‌યો હતો.

અમરેલી જિલ્લાના ડેમની શું છે સ્થિતિ :સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજુલાનો ધાતરવાડી,સાવરકુંડલાનો સુરજવાડી અને રાજુલાનો ધાતરવાડી-૨ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા હતા. ધારીનો ખોડીયાર ડેમ ૯૬ ટકાથી વધુ, ખાંભાનો રાયડી ડેમ ૯૫ ટકાથી વધુ ભરાયેલા હતા. સાવરકુંડલાનો શેલ દેદુમલ ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં કેટલો સરેરાશ વરસાદ:સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ સરેરાશ વરસાદ પડ્‌યો છે. સુરેન્દ્રનગરમાં ૮૦.૨૮, રાજકોટમાં ૪૪.૩૨ ટકા, મોરબીમાં ૭૭.૫૩ ટકા, જામનગરમાં ૨૭.૭૭ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૬.૨૪ ટકા, પોરબંદરમાં ૧૬.૮૬ ટકા, જૂનાગઢમાં ૫૪.૦૧ ટકા, ગીર સોમનાથમાં ૪૫.૦૭ ટકા, અમરેલીમાં ૭૧.૫૨ ટકા, ભાવનગરમાં ૬૮.૦૩, બોટાદમાં ૬૬.૬૫ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.