અમરેલીની શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજના ૧૦ વિદ્યાર્થીઓએ “વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન વિથ પ્રાઇમ મિનિસ્ટર” કાર્યક્રમમાં ભાગ લીધો હતો. માય ભારત પોર્ટલ પર નોંધાયેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોલેજના એન.સી.સી.ના પાંચ અને એન.એસ.એસ.ના પાંચ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંવાદ દરમિયાન સરહદી ગામોની મુલાકાત લેનારા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા









































