એક મહિલાને નિકાહ બાદ બાળક ન થતાં સાસરિયાએ મેણાટોણા મારી દુઃખ ત્રાસ આપ્યો હતો. બનાવ અંગે હાલ અમરેલીમાં રહેતા મૂળ ગારિયાધારના રૂબિનાબેન આશિફભાઈ જાડેજા (ઉ.વ.૩૨)એ ગારિયાધારમાં રહેતા પતિ આશિફભાઈ બાબુભાઈ જાડેજા, સાસુ મુમતાજબેન અમીભાઈ જાડેજા, જેઠ ઈમરાનભાઈ બાબુભાઈ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, તેમના નિકાહ ૧૨-૧૦-૨૦૨૪ના રોજ થયા હતા. લગ્નના થોડા સમય બાદ બાળક ન થતાં આ બાબતે સાસરિયાએ અવારનવાર મેણાટોણા મારી શારીરિક-માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. પટોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































