સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયા અને દાનમહારાજની જગ્યાના લઘુમહંત મહાવીર બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.