ભારત સરકાર દ્વારા દેશભરમાં સ્થપાયેલ કુલ ૧૦,૦૦૦ જેટલી FPO સંસ્થાઓમાં બાબરા FPOને સર્વશ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ સ્થાન મળ્યું છે. દિલ્હીમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા બાબરાFPOના પ્રમુખ જીવાજીભાઈ રાઠોડને આ માટે એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાબરા FPO એ ખેડૂતોના આર્થિક વિકાસ અને કૃષિ ક્ષેત્રમાં નવી તકનીક અપનાવી ઉત્તમ કામગીરી કરી છે.









































