ખાંભાના મોટા સમઢીયાળા ગામે ઝેરી જીવડું કરડતાં પરપ્રાંતિય યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રાજની ગામના અને હાલ મોટા સમઢીયાળા ગામે રહેતા અનિતાબેન રમેશભાઈ પાડવી (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ રમેશભાઈ ચિંતામનભાઈ પાડવી (ઉ.વ.૩૨)ને ઝેરી જીવડું કરડી જતાં સારવાર દરમિયાન તેમનું મરણ થયું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એમ.મેવાડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.