ગત વર્ષે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના પગલે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ (કપાસ) જાહેર કર્યું છે, જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના સતત પ્રયાસોથી અમરેલી શહેર અને તાલુકાના ૬૮ ગામો ઉપરાંત કુંકાવાવ અને વડીયાના ૪૪ ગામો સહિત કુલ ૧૧૨ ગામોનો આ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. ૧૧,૦૦૦ અને વધુમાં વધુ બે હેક્ટર માટે રૂ. ૨૨,૦૦૦ સુધીની સહાય મળશે. આ સહાય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપીને કરેલી સક્રિય રજૂઆતોનું આ પરિણામ છે. આ વિકાસલક્ષી પગલા બદલ ખેડૂતોએ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.