ધારી તાલુકાના ગોપાલગ્રામ ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં મોબાઈલ ફોનમાં અજાણ્યા વ્યક્તિને માહિતી શેર ન કરવી તેમજ મોબાઇલમાં આવતી અજાણી લિંક ડાઉનલોડ ન કરવી તેમજ કોઈ વ્યક્તિનો ફોન આવે કે તમારે લોન મેળવવાની હોય તેની પણ માહિતી ન આપવી સહિતની અનેક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનના ડાભી, દીપુભાઈ વાળા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાયબર જાગૃતિ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ શાળાના ટ્રસ્ટી મંડળ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.