કોડીનારમાં આવેલી કુમાર અને કન્યા શાળા (પાંજરાપોળ) તરફ જવાના મુખ્ય રસ્તા પર ભારે વરસાદના કારણે ગોઠણસમા પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી. રસ્તા પર પાણી ફરી વળવાના કારણે શાળાએ આવતા નાના-મોટા વિદ્યાર્થીઓ, સવારના સમયે બાળકોને મુકવા આવતા વાલીઓ તેમજ શાળાના શૈક્ષણિક સ્ટાફને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. આ ગંભીર સમસ્યા અંગેની જાણ થતાં જ કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નગરપાલિકા ઉપપ્રમુખે ત્યાં હાજર રહીને તાબડતોબ જરૂરી કામગીરી શરૂ કરાવી હતી.