અમરેલી જિલ્લા લેઉઆ પટેલ ચૅરિટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત એસ. એચ. ગજેરા શૈક્ષણિક સંકુલ, અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને અભયભાઈ ચૌહાણે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહાનુભાવોના સાનિધ્યથી સંસ્થાની વિદ્યાર્થીનીઓને વિકાસ અને આત્મનિર્ભરતાના પાઠો શીખવા મળ્યા હતા તેમજ પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું.કન્યા કેળવણી અને શિક્ષણ ક્ષેત્રે સમાજને ઉન્નત માર્ગે દોરવાના સ્વપ્ન સાથે સંલગ્ન પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા બદલ સંસ્થાના હોદ્દેદારો પ્રમુખ મનુભાઈ ઠુમ્મર, ઉપપ્રમુખ પ્રતાપભાઈ જોગાણી, મંત્રી મનુભાઈ ડાવરિયા, સહમંત્રી નરેન્દ્રભાઈ હિરપરા, ખજાનચી નાનુભાઈ વેકરિયા, મેનેજિંગ ટ્રસ્ટી નાગજીભાઈ સોજીત્રા તથા ટ્રસ્ટી મંડળ અને સ્થાનિક મેનેજમેન્ટે હર્ષની લાગણી અનુભવી આભાર વ્યક્ત કર્યો છે.