‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે RSETI ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ કર્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ એડવોકેટ શોભીનીબેન વોરાએ ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી, RSETIના નિયામક અંબુલકર, નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડિનેટર જસુબેન ભંડેરી તેમજ DHEWના મીનાક્ષીબેને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે અનાથ દીકરીઓને શૈક્ષણિક અને હાઈજીન કિટ, દીકરી વધામણાં કિટ તેમજ વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બહેનોને હેન્ડબેગ અને યોજનાકીય પેમ્ફલેટ પણ આપવામાં આવ્યા હતા.