ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને અમરેલી કલેક્ટરની સૂચના અનુસાર ખાંભા મામલતદાર કચેરી દ્વારા તાલુકાના ૧૩ સેજા હેઠળના ૫૬ ગામો માટે મહેસૂલી તલાટીઓનું નવું ડ્‌યુટી ચાર્ટ જાહેર કરાયું છે.નાગરિકોને મહેસૂલી કામગીરીમાં સરળતા રહે અને અરજીઓનો ઝડપી નિકાલ થાય તે હેતુથી આ આયોજન કરાયું છે. સોમવાર અને બુધવારે તલાટીઓ પોતાના નિયમિત સેજાના ગામોમાં, જ્યારે મંગળવાર અને શુક્રવારે ચાર્જ હેઠળના સેજાના ગામોમાં ફરજ બજાવશે.
ગુરુવારે તમામ તલાટીઓ મામલતદાર કચેરી ખાતે વહીવટી સમીક્ષા માટે હાજર રહેશે. શનિવારે ગામોની સ્થળ મુલાકાત અને ક્ષેત્રીય કામગીરી કરવામાં આવશે.મામલતદાર એમ.ડી. ભાલોડીએ જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાથી મહેસૂલી સેવાઓ વધુ પારદર્શક અને સુગમ બનશે.