કુંકાવાવ ખાતે ભરવાડ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભરવાડ સમાજે મંત્રી કૌશિક વેકરીયાનું પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું. પરંપરાગત સંસ્કૃતિ, અપાર ભક્તિભાવ અને ઉત્સાહ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવાની માલધારી સમાજની આ પરંપરા ખરેખર હૃદયસ્પર્શી અને અદભુત રહી હતી.